હઝકિયેલ 38:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ઘણા દિવસો પછી તારી ખબર લેવામાં આવશે. પાછલાં કાળમાં તરવારના સપાટામાંથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા [લોકોના] દેશમાં, એટલે ઇઝરાયલના હમેશાં ઉજ્જડ પડેલા પર્વતો પર, તું આવશે. પણ જે [પ્રજાને] વિદેશીઓમાંથી બહાર કાઢી લાવવામાં આવેલી છે, તેઓ સર્વ નિર્ભય રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ઘણા વર્ષો પછી હું તને આદેશ આપીશ અને તું એવા દેશ પર આક્રમણ કરીશ કે જ્યાં યુદ્ધના સંહારથી બચી ગયેલા અને જુદી જુદી પ્રજાઓમાંથી એકત્ર કરવામાં આવેલા લોકો વસે છે. ઘણાં સમય સુધી ઉજ્જડ અને વસતીહીન રહેલા અને જ્યાં હવે ભિન્નભિન્ન દેશોમાંથી આવેલા સર્વ લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે, તે ઇઝરાયલના પહાડો પર તું આક્રમણ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ8 લાંબા સમય પછી એવો વખત આવશે જ્યારે તને હાંકલ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું એવા દેશ પર ચઢાઇ કરીશ, જ્યાંના મોતમાંથી ઊગરી ગયેલા વતનીઓને જુદી જુદી પ્રજાઓમાંથી ફરી એકઠાં કરવામાં આવ્યાં હશે. લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ, જ્યાં લોકોને અનેક પ્રજાઓમાંથી ફરી એકઠા કરવામાં આવ્યાં હશે, લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ. જ્યાં અનેક પ્રજાઓમાંથી આવેલા લોકો શાંતિને સુરક્ષિત રીતે રહેતાં હશે. Faic an caibideil |