Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 38:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કે જેથી હું તેઓને લૂંટી લઉં તથા પકડી લઉં, જે ઉજ્જડ નગરોમાં વસ્તી થયેલી છે, પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા લોકો જેઓને જાનવર તથા મિલકત પ્રાપ્ત કરવામાં આવેલા છે અને જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે તેઓના વિરુદ્ધ હું મારો હાથ લાવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેથી હું તેઓને લૂંટી લઉં ને પકડી લઉં; તથા જે તેમના ઉપર, ને જે લોકોને ભિન્ન ભિન્ન પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા છે, જેઓને ઢોર તથા મિલકત પ્રાપ્ત થયેલાં છે, જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે, તેઓના ઉપર મારો હાથ નાખું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 અગાઉ વસતીહીન થઇ ગયેલા એ ગામોમાં હવે વસતી થઇ છે, એ લોકોને વિવિધ પ્રજાઓમાંથી કાઢી લાવીને એકત્ર કરવામાં આવ્યા છે. તેઓ હવે પશુપાલન કરે છે અને મિલક્ત ધરાવે છે. તેઓ પૃથ્વીના મધ્યભાગમાં વસે છે. હું તેઓ પર ત્રાટકીને તેમને લૂંટી લઇશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એકવાર ખંડિયેર થઇ ગયેલા એ નગરોમાં ઘણાં દેશોમાંથી પાછા ફરેલા બધાં ઇસ્રાએલી લોકો વસે છે. હવે તેઓ પાસે પુષ્કળ ઢોરઢાંખર અને વિપુલ સંપત્તિ છે. હવે તેઓ બીજી બધી જાતિઓના કેન્દ્ર સ્થાને છે. હું તેઓ પર હુમલો કરીશ અને ઢોરઢાંખર તથા મિલકત લૂંટી લઇશ અને ખૂબ લૂંટ ભેગી કરીને લઇ જઇશ.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 38:12
14 Iomraidhean Croise  

અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ. હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે.


જેથી જેઓ તને ખાઈ જાય છે. તે સર્વને ખાઈ જવામાં આવશે. તારા બધા શત્રુઓ બંદીવાસમાં જશે. તારા પર જુલમ ગુજારનારાઓ જ જુલમનો ભોગ બનશે, તને લૂંટનારાઓ જ લૂંટાઈ જશે.


તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે કે, જુઓ, હું મિસરનો દેશ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને આપીશ, તે તેની સર્વ સંપત્તિ લઈ લેશે, તેની લૂંટનો કબજો કરશે, તેને જે મળ્યું છે તે બધું લઈ લેશે; તે તેના સૈન્યનું વેતન થશે.


લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે!


હું આશ્દોદના બધા રહેવાસીઓને મારી નાખીશ, અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ. હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ, અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,” એવું પ્રભુ યહોવાહ કહે છે.


ત્યારે યહોવાહના દૂતે જવાબ આપ્યો કે, “હે સૈન્યોના યહોવાહ, તમે યરુશાલેમ તથા યહૂદિયાના નગરો ઉપર આ સિત્તેર વર્ષથી રોષે ભરાયેલા છો, અને ક્યાં સુધી, તમે તેમના પર દયા નહિ કરો?”


ફરીથી પોકારીને કહે કે, ‘સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘મારાં નગરો ફરીથી સમૃદ્ધ થઈને ચારેબાજુ વૃદ્ધિ પામશે, અને યહોવાહ ફરીવાર સિયોનને દિલાસો આપશે, તે ફરી એકવાર યરુશાલેમને પસંદ કરશે.”


સૈન્યોના યહોવાહ કહે છે, “હે તલવાર મારા પાળક વિરુદ્ધ, તથા જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ટોળું વિખેરાઈ જશે. કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ.


ગાઆલે ફરી તેને કહ્યું, “જો, માણસો દેશની મધ્યમાં થઈને નીચે ઊતરી આવે છે અને બીજું એક ટોળું એલોન વૃક્ષને માર્ગે થઈને આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan