Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 34:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી ખેતરનાં વૃક્ષોને ફળ આવશે અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. મારાં ઘેટાં પોતાના દેશમાં સુરક્ષિત રહેશે; જ્યારે હું તેઓની ઝૂંસરી ભાંગી નાખીશ અને તેઓને ગુલામોના હાથમાંથી છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 વળી ખેતરમાંના વૃક્ષોને ફળ આવશે, પૃથ્વી પોતાની ઉપજ આપશે, ને તેઓ પોતાના દેશમાં નિર્ભય રહેશે; અને હું તેમની ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેમને ગુલામ રાખનારાઓના હાથમાંથી છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તેઓના ફળના વૃક્ષો ફળ આપશે અને ખેતરોમાં મબલખ પાક થશે. સર્વ લોકો સુરક્ષિત રહેશે. જ્યારે હું તેઓની ગુલામીની સાંકળો તોડી નાખીશ અને તેઓના ભોગે લાભ મેળવનારાઓથી હું તેઓને છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 34:27
39 Iomraidhean Croise  

તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે. પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ.


પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.


હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.


જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.


તે દિવસે, તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.


ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.


તે દિવસે ઇઝરાયલના બચેલાને માટે યહોવાહે ઉગાડેલા અંકુર સુંદર તથા તેજસ્વી અને તે ભૂમિનું ફળ સ્વાદિષ્ટ તથા શોભાયમાન થશે.


સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.


કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે.


પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી નાખી; અને મેં તારાં બંધનો તોડી નાખ્યાં. તે છતાં તેં કહ્યું કે, “હું તમારી સેવા કરીશ નહિ” કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તેં વ્યભિચાર કર્યો છે.


હું એવા પાળકોની નિમણૂક કરીશ કે જેઓ તેમનું પાલન કરે. તેઓ ફરી બીશે નહિ કે ગભરાશે નહિ. અને ભૂલા પડશે નહિ” એમ યહોવાહ કહે છે.


તેઓ પોતે ઘણી પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેઓને તેઓનાં આચરણ મુજબ, તેઓના હાથનાં કૃત્યોનો બદલો આપીશ.”


તેના દેશને માટે નિર્માણ થયેલ સમય આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની અને તેના દીકરાની અને તેના દીકરાના દીકરાની સેવા કરશે. ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેની પાસે સેવા કરાવશે.


સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘તે દિવસે હું તેઓની ગરદન ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ. અને તેઓનાં બંધન તોડી નાખીશ. પરદેશીઓ ફરી કદી એમની પાસે સેવા નહિ કરાવે.


પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા છે, તેમાંથી હું તેઓને એકત્ર કરીશ, અને જ્યારે હું પ્રજાઓના દેખતાં તેઓમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો તેમાં ઘરો બનાવશે.


જ્યારે હું તાહપન્હેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ તોડી ભાંગી નાખીશ, ત્યારે તેના સામર્થ્યનું અભિમાન સમાપ્ત થઈ જશે. ત્યાં વાદળ તેને ઢાંકશે, તેની દીકરીઓ ગુલામીમાં જશે.


તેઓએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે હું દેશને વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું.


પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું ઘેંટાપાળકોની વિરુદ્ધ છું, હું મારા ટોળાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી ઘેંટાપાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ.”


હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ, જેથી મારાં ઘેટાં ખુલ્લા અરણ્યમાં સુરક્ષિત રહેશે અને શાંતિથી જંગલમાં સૂઈ જશે.


હું તેઓને ફળદ્રુપ જગ્યામાં સ્થાપીશ કે તેઓ ફરી ભૂખથી ભૂખે મરશે નહિ, કે કોઈ વિદેશી પ્રજા તેઓનું અપમાન કરશે નહિ.


કેમ કે હું તમને સર્વ અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ. હું તમારે ત્યાં દુકાળ કદી પડવા દઈશ નહિ.


હું વૃક્ષોનાં ફળ અને ખેતીની પેદાશમાં વૃદ્ધિ કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવું પડે નહિ.


પણ, હે ઇઝરાયલના પર્વતો, તમારાં વૃક્ષોને ડાળીઓ ફુટશે અને તમે મારા ઇઝરાયલી લોકો માટે ફળ આપશો, તેઓ ઉતાવળે તમારી પાસે પાછા આવશે.


તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું.


લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે!


તેઓ શરમથી તથા મારી આગળ કરેલા પોતાના અન્યાયને ભૂલી જશે. તેઓ પોતાના દેશમાં સલામતીથી રહેશે અને તેમનાથી કોઈ ત્રાસ પામશે નહિ.


ત્યારે મારા લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું, કેમ કે, મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા હતા અને હું તેઓને પોતાના દેશમાં ભેગા કરીને પાછો લાવ્યો. હું કોઈને પડતા મૂકીશ નહિ.


નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.


તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશ્શૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે. હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ.” આ યહોવાહનું વચન છે.


હું વિશ્વાસુપણાથી તારી સાથે સગાઈ કરીશ. અને તું યહોવાહને ઓળખશે.


તમને મિસર દેશમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું. તમારી ચાકરીની ઝૂંસરી તોડી નાખીને મેં તમને ઉન્નત મસ્તકે ચાલતા કર્યા છે.


તો હું તમારા માટે નિયમિત ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ અને જમીન તમને પોતાની ઊપજ આપશે અને વૃક્ષો ફળ આપશે.


હું તમને દેશમાં શાંતિ આપીશ અને તમે રાત્રે નિર્ભય બનીને નિરાંતે સુઈ શકશો, હું દેશમાંથી હિંસક પશુઓને દૂર કરીશ અને તલવાર તમારા દેશમાં ચાલશે નહિ.


“ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે, અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે, કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan