Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જ્યારે જે પ્રજાઓને તું જાણતો નથી તેઓના દેશોમાં હું તારો વિનાશ કરીશ, ત્યારે હું ઘણા લોકોનાં હૃદયોને પણ ત્રાસ પમાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જ્યારે હું તારા જાણવામાં નહિ આવેલા એવા વિદેશીઓના દેશોમાં તારો વિનાશ કરીશ ત્યારે હું ઘણી પ્રજાઓનાં તંત:કરણોને પણ હેરાન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “જે દેશોનાં નામ પણ તે કદી સાંભળ્યાં નથી એવા દેશોમાં હું તારા વિનાશના સમાચાર ફેલાવીશ ત્યારે ઘણી પ્રજાઓનાં હૃદય ભયથી કાંપી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “અને હું ઘણા દેશોને ક્રોધિત કરીશ; જ્યારે હું તારા ટુકડાઓને એવા ભૂમિ પ્રદેશોમાં નાંખી દઇશ, જેના વિષે તું હજી જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:9
10 Iomraidhean Croise  

પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.


તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.


જે પ્રજાઓ તને ઓળખે છે તે બધી તને જોઈને કંપી ઊઠશે; તેઓ ભયભીત થશે, સદાને માટે તારો નાશ થશે.’”


રહેવાસીઓના દેશો વચ્ચે હું મિસર દેશને ઉજ્જડ બનાવીશ, તેનાં નગરો પાયમાલ થઈ ગયેલાં નગરોની જેમ ચાળીસ વર્ષ સુધી ઉજ્જડ થઈ જશે, હું મિસરવાસીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ, અને તેઓને દેશોમાં વેરી નાખીશ.


હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.


હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં સર્વત્ર વેરવિખેર કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”


તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.


દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.’”


Lean sinn:

Sanasan


Sanasan