હઝકિયેલ 32:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે, અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 વળી બેસુન્નતોના જે શૂરવીરો માર્યા ગયેલા છે, જેથી પોતાના યુદ્ધનાં શસ્ત્રોસહિત શેઓલમાં ઊતરી ગયા છે, ને પોતાની તરવારો પોતાનાં માથાં નીચે મૂકી છે, ને તેમનાં દુષ્કર્મો તેમનાં હાડકાં પર છે, તેઓમાં શું તેઓ નહિ પડશે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરોને ત્રાસદાયક [હતા]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પરંતુ પ્રાચીનકાળમાં રાજાઓને શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની ઢાલ તેમના શરીર પર મૂકીને તથા તેમની તરવાર તેમના માથાં નીચે મૂકીને મહાન આદર સાથે તેઓને દફનાવવામાં આવતાં હતાં. પરંતુ તું આદર સાથે મૃત્યુ પામીશ નહિ, પરંતુ તારા પાપ તારા હાડકાં પર રહેશે, કારણ જ્યારે તું જીવતો હતો ત્યારે તેં લોકોને ખુબજ હેરાન કર્યા હતા. Faic an caibideil |