હઝકિયેલ 32:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તારા વિષે હું ઘણા લોકોને આઘાત પમાડીશ, જ્યારે હું મારી તલવાર તેઓની આગળ ફેરવીશ, ત્યારે તેઓના રાજાઓ તારે લીધે ભયથી કાંપશે. તારા પતનના દિવસે તેઓ બધા સતત કાંપશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હા, હું એવું કરીશ કે ઘણી પ્રજાઓ તને જોઈને વિસ્મય પામશે, ને હું મારી તરવાર તેમની આગળ આમતેમ ફેરવીશ ત્યારે તેમના રાજાઓ તારે માટે બહુ ભયભીત થશે, અને તારી પાયમાલીને દિવસે તેઓ સર્વ પોતપોતાના જીવને માટે પળે પળે કાંપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તારા પ્રત્યેનો મારો વર્તાવ જોઇને ઘણા દેશો આઘાત પામશે. તેમના દેખતાં હું મારી તલવાર વીંઝીશ ત્યારે તેમના રાજાઓ ભયથી થથરી ઊઠશે. જે દિવસે તારું પતન થશે તે જ દિવસે તેઓ બધા પોતાનો પ્રાણ જવાના ડરથી કાંપી ઊઠશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 તારા હાલ જોઇને તેઓ આઘાત પામશે. તેમના રાજાઓ પોતાની સામે મારી તરવારને ઘૂમતી જોઇ ભયભીત થઇ જશે. તારા પતનના દિવસે તેઓ બધા પોતાનો જીવ જવાના ભયથી થથરી જશે.” Faic an caibideil |