હઝકિયેલ 31:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મહિમામાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ હતું? કેમ કે તું એદનનાં વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે, તું તલવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતીઓમાં પડ્યો રહેશે. એ ફારુન તથા તેના ચાકરો છે.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ગૌરવમાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ છે? તે છતાં તું એદનના વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે. તું તરવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતોમાં પડ્યો રહેશે. ફારુન તથા તેના સર્વ જનસમૂહો [ની] આ [વલે] છે એમ પ્રભુ યહોવા કહે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 એ વૃક્ષ તો ઇજિપ્તનો રાજા અને તેનો જનસમુદાય છે. એદનવાટિકાનાં વૃક્ષો પણ એનાં જેટલાં ઊંચા કે મહાન નહોતાં. હવે, એદનનાં વૃક્ષોની જેમ એ અધોલોકમાં ફેંકાઇ જશે અને લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે પડયું રહેશે.” એમ પ્રભુ પરમેશ્વર કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 “એ વૃક્ષ એટલે મિસરનો રાજા અને તેની વિશાળ સેના. એદનમાંના વૃક્ષો પણ એટલાં ઊંચા કે ભવ્ય નહોતાં. પણ અત્યારે હવે એદનમાંના વૃક્ષોની જેમ એ કબરમાં પહોંચી જશે. “અને યુદ્ધમાં ખપી ગયેલા દુષ્ટો સાથે પોઢી જશે.” આ યહોવા મારા માલિકના વચન છે. Faic an caibideil |