હઝકિયેલ 31:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના પતનથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, સર્વ પાણી પીનારા એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી. અને સર્વ પાણી પીનારાં એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હું જ્યારે એને મૃત્યુલોક શેઓલમાં ફેંકી દઇશ ત્યારે એના પતનથી થયેલા ધડાકાથી પ્રજાઓ ધ્રૂજી ઊઠશે. એદનવાટિકાનાં સર્વ વૃક્ષો અને લબાનોનનાં વિપુલ પાણી પીને સર્વોત્તમ બનેલાં પુષ્ટ વૃક્ષો શેઓલમાં આનંદ પામશે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તેના પડવાના અવાજથી પ્રજાઓ ભયભીત થઇને થથરી ગઇ, કારણ કે કબરમાં જનારાઓ સાથે મેં તેને પણ કબરમાં ધકેલી દીધું, એદનવાડીના બીજાં ગવિર્ષ્ઠ વૃક્ષો અને લબાનોનના પસંદગી પામેલા શ્રેષ્ઠ વૃક્ષો તેને પોતાની વચ્ચે કબરમાં જોઇને દિલાસો પામ્યાં. Faic an caibideil |