હઝકિયેલ 30:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જ્યારે હું તાહપન્હેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ તોડી ભાંગી નાખીશ, ત્યારે તેના સામર્થ્યનું અભિમાન સમાપ્ત થઈ જશે. ત્યાં વાદળ તેને ઢાંકશે, તેની દીકરીઓ ગુલામીમાં જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 વળી જ્યારે હું તાહપાનેસમાં મિસરે મૂકેલૌ ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેના અંત:કરણમાંના પોતાના બળ વિષેના અભિમાનનો નાશ થશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થઈ જશે. તેને વાદળ ઢાંકી દેશે, ને તેની પુત્રીઓ ગુલામગીરીમાં જશે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 હું જ્યારે ઇજિપ્તની સતાનું ખંડન કરીશ અને જે બળ પર તેઓ અભિમાન કરતા હતા તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઈ જશે. વાદળ સમગ્ર ઇજિપ્તને ઢાંકી દેશે અને તેમા નગરના લોકો દેશનિકાલ થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે અને આખા મિસર પર વાદળ ઘેરાશે, અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે. Faic an caibideil |