Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 3:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ખા અને તારું પેટ ભર.” મેં તે ખાધું અને તે મારા મુખમાં મધ જેવું મીઠું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ગળી જઈને પાચન કર.” ત્યારે મેં તે ખાધું; અને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને આપું તે વિંટો તું ખાઈ જા; પેટ ભરીને ખા.” ત્યારે મેં તે વિંટો ખાધો અને તે મને મધ જેવો મીઠો લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને આપું છું તે ઓળિયું ખાઇ જા અને તારું પેટ ભર.” મેં તે ખાધું અને મને તે મધ જેવું મીઠું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 3:3
18 Iomraidhean Croise  

તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.


મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!


મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.


તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.


તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.


હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.


તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં. અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું.


હું જો એમ કહું કે, ‘હવે હું યહોવાહ વિષે વિચારીશ નહિ અને તેમનું નામ હું નહિ બોલું.’ તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી પીડા મારા હૃદયમાં થાય છે. અને ચૂપ રહેતાં મને કંટાળો આવે છે. હું બોલ્યા વગર રહી શકતો નથી.


પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી. મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ. કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે.


તેમણે તે મારી આગળ ખુલ્લું કર્યું; તેની આગળની બાજુ તથા પાછળની બાજુ લખેલું હતું, તેમાં વિલાપ, શોક તથા દુઃખ લખેલા હતાં.


હે મનુષ્યપુત્ર, હું જે કહું છું તે સાંભળ. બંડખોર પ્રજાની જેમ તું બંડખોર થઈશ નહિ. તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઈ જા!”


પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહે.


શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”


ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.


Lean sinn:

Sanasan


Sanasan