હઝકિયેલ 29:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 રહેવાસીઓના દેશો વચ્ચે હું મિસર દેશને ઉજ્જડ બનાવીશ, તેનાં નગરો પાયમાલ થઈ ગયેલાં નગરોની જેમ ચાળીસ વર્ષ સુધી ઉજ્જડ થઈ જશે, હું મિસરવાસીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ, અને તેઓને દેશોમાં વેરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જે દેશો ઉજ્જડ થઈ ગયા છે તેઓના જેવો હું મિસર દેશને ઉજ્જડ કરી નાખીશ, ને તેના નગરો પાયમાલ થયેલાં નગરોની જેમ ચાળીસ વર્ષ સુધી ઉજ્જડ સ્થિતિમાં રહેશે; અને હું મિસરીઓને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ, ને તેઓને [ભિન્ન ભિન્ન] દેશોમાં સર્વત્ર વેરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હું ઇજિપ્તને સૌથી વેરાન દેશ બનાવી દઈશ. ચાળીસ વર્ષ સુધી ઇજિપ્તનાં નગરો કોઈપણ દેશનાં અન્ય નગરો કરતાં વધુ ઉજ્જડ બની જશે. હું ઇજિપ્તીઓને નિર્વાસિતો બનાવી દઈશ. તેઓ બધા દેશોમાં નાસી છૂટશે અને બીજી પ્રજાઓ વચ્ચે વસશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ12 હું મિસરને ઉજ્જડ બનાવીશ તથા તેની આજુબાજુના દેશોને પણ ઉજ્જડ બનાવીશ. તેના નગરો ચાલીસ વર્ષ સુધી ખંડિયેર જેવા રહેશે, હું મિસરવાસીઓને બીજા દેશોમાં અને પ્રજાઓમાં વિખેરી નાખીશ.” Faic an caibideil |