હઝકિયેલ 28:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા છે, તેમાંથી હું તેઓને એકત્ર કરીશ, અને જ્યારે હું પ્રજાઓના દેખતાં તેઓમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો તેમાં ઘરો બનાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પ્રભુ યહોવા કહે છે, “જે પ્રજાઓમાં તેઓ વિખેરાઈ ગયેલા છે તેઓમાંથી ઇઝરાયલના વંશજોને હું ભેગા કરીશ, ને વિદેશીઓની નજરમાં હું તેઓની મારફતે પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો, તેમાં રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “મેં ઇઝરાયલીઓને જે પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે ત્યાંથી હું તેમને એકઠા કરીશ. ત્યારે તેમને લીધે સર્વ પ્રજાઓમાં આ વાત પ્રગટ થશે કે હું પવિત્ર છું. ઇઝરાયલના લોકો તેમના પોતાના દેશમાં એટલે મારા સેવક યાકોબને આપેલા દેશમાં વસશે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 આ યહોવા મારા માલિકના વચન છે: “ઇસ્રાએલીઓને મેં જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખી છે, તે બધામાંથી હું તેમને પાછા લાવી એકત્ર કરીશ અને ત્યારે બધી પ્રજાઓને ખબર પડશે કે હું પવિત્ર છું. ઇસ્રાએલના લોકો, મેં મારા સેવક યાકૂબને આપેલી તેમની પોતાની ભૂમિમાં વસશે. Faic an caibideil |