Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 28:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તું રક્ષણ કરનાર અભિષિક્ત કરુબ હતો; મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો હતો. અગ્નિના ચળકતા પથ્થરો પર ચાલતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ હતો. મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તું અગ્નિના પથ્થરોમાં આમતેમ ફર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 મેં તારી સાથે એક સંરક્ષક કરુબ દૂત પણ રાખ્યો હતો. તું મારા પવિત્ર પર્વત પર નિવાસ કરતો હતો અને ઝળહળતાં રત્નો વચ્ચે ફરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક દૂત તરીકે નીમ્યો હતો. તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 28:14
22 Iomraidhean Croise  

અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,


તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.


પણ મેં તને એટલા માટે જીવતો રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું. અને સમગ્ર પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય.


શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ મારશે? શું કરવત તેના વાપરનારની પર સરસાઈ કરશે? શું લાકડી તેને પકડનારને ઉઠાવે અને લાકડું માણસને ઉઠાવે તેમ એ છે.


અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ. હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે.


પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.


પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો.


પ્રભુ યહોવાહ આમ કહે છે કે, “મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયલના પવિત્ર પર્વત પર, સર્વ ઇઝરાયલી લોકો મારી સેવા કરશે. ત્યાં હું તેમનો સ્વીકાર કરીશ, તમારાં અર્પણો, તમારી ખંડણી તરીકેનાં પ્રથમફળો તમારી પવિત્ર વસ્તુઓ સહિત માગીશ.


તું ઈશ્વરના એદન બગીચામાં હતો, તું બધી જાતનાં મૂલ્યવાન રત્નો, હીરા, માણેક, પોખરાજ, નીલમણિ, પીરોજ, ગોમેદ, યાસપિસ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ દિવસે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.


“હે મનુષ્યપુત્ર, તૂરના અધિકારીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તારું મન ગર્વિષ્ઠ થયું છે! તેં કહ્યું છે, “હું ઈશ્વર છું! હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસન પર બેઠો છું.” જોકે તેં તારા મનને દેવને દરજ્જે બેસાડ્યું છે, તોપણ તું માણસ છે, ઈશ્વર નહિ.


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કશી વિસાતમાં નથી. આકાશના સૈન્યમાં તથા પૃથ્વી પરના રહેવાસીઓમાં, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. તેમને કોઈ રોકી શકતું નથી કે કોઈ પડકાર આપી શકતું નથી. તેમને કોઈ કશું કહી શકતું નથી કે, ‘તમે આ શા માટે કર્યું?”


તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે.


જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે.


કહેશે કે, હાય! હાય! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!’


આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan