Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનવ્યાં છે; તેઓએ તારી તૂતક કિત્તિમ બેટોથી લાવવામાં આવેલા સરળ કાષ્ટની તથા હાથીદાંતજડિત બનાવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે તારાં હલેસાં બાશાનનાં ઓક વૃક્ષનાં લાકડામાંથી બનાવ્યાં હતાં અને તારું તૂતક સાઇપ્રસમાંથી આણેલા સરુમાંથી બનાવ્યું હતું અને તેને હાથીદાંતથી મઢયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં. તારું તૂતક સાયપ્રસના દક્ષિણ કાંઠેથી લાવેલા સરળવૃક્ષના લાકડાનું અને હાથીદાંતજડિત બનાવવામાં આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:6
10 Iomraidhean Croise  

એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.


લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં દેવદાર વૃક્ષો પર અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર;


તૂર વિષે ઈશ્વરવાણી: હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી; કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે.


તેમણે કહ્યું, “સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”


પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું?


તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે.


કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.


હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, દેવદાર વૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે. બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે.


પછી તેઓએ પાછા વળીને બાશાનના રસ્તેથી ગયા. બાશાનનો રાજા ઓગ અને તેનું આખું સૈન્ય તેઓની સાથે યુદ્ધ કરવા એડ્રેઇ આવ્યા.


કિત્તીમના કિનારા પરથી વહાણો આવશે; તેઓ આશ્શૂર પર હુમલો કરશે અને એબેરને કચડી નાખશે, પણ તેઓનો, અંતે વિનાશ થશે.”


Lean sinn:

Sanasan


Sanasan