Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 [અન્ય] પ્રજાઓના વેપારીઓ ત્રાહે ત્રાહે પોકારે છે; તું ત્રાસરૂપ થઈ પડ્યું છે, ને તું ફરી કદી હયાતીમાં આવશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 તું કાયમને માટે નાશ પામ્યું છે. તારો ભયંકર નાશ જોઈને આખી દુનિયાના વેપારીઓ ગભરાઈ ઊઠયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 દુનિયાભરના વેપારીઓ ડરીને ચીસો પાડી ઊઠયા છે; કારણ કે તારો અંત ભયંકર આવ્યો છે. સદાને માટે હવે તારો નાશ થયો છે. હવે તો તું ફરિ કદી હયાતીમાં આવશે નહિ!’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:36
14 Iomraidhean Croise  

અને જો કે આ ભક્તિસ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને ઉપહાસ કરશે, ‘ઈશ્વરે આ દેશના અને આ ભક્તિસ્થાનના આવા હાલ શા માટે કર્યા?’


થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.


પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.


તેઓના દેશના હાલ ભયંકર થશે, લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જે કોઈ તેની પાસે થઈને જશે તે તેની દશા જોઈને વિસ્મય પામી માથું ધુણાવશે.


વળી હું નગરને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક તે જોઈને તેની સર્વ વિપત્તિ વિષે આશ્ચર્ય પામશે. અને તેનો ફિટકાર કરશે.


તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.


યહોવાહના ક્રોધને કારણે તે નિર્જન બની જશે, તે વેરાન બની જશે. બાબિલ પાસે થઈને જતાં સૌ કોઈ કાંપશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.


જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો ‘સુંદરતાની સંપૂર્ણતા’ તથા ‘આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?”


કેમ કે હું તને ઉઘાડો ખડક બનાવી દઈશ, તું જાળ પાથરવાની જગા થશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું!” આમ પ્રભુ યહોવાહ કહે છે.


“હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમ નગરી વિરુદ્ધ કહ્યું કે, “આહા, પ્રજાઓના દરવાજા ભાંગી ગયા છે! તે મારી તરફ વળી છે; એના વિનાશથી હું સમૃદ્ધ થઈશ.’”


હું તારા પર આફત લાવીશ, તારુ અસ્તિત્વ રહેશે નહિ. જો કોઈ તારી શોધ કરે તોપણ તું ફરી કદી મળશે નહિ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.


યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,


જે પ્રજાઓ તને ઓળખે છે તે બધી તને જોઈને કંપી ઊઠશે; તેઓ ભયભીત થશે, સદાને માટે તારો નાશ થશે.’”


આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું, તે હૃદયમાં કહે છે કે, “હું છું અને મારા જેવું કોઈ પણ નથી.” તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.


Lean sinn:

Sanasan


Sanasan