Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યાવાન, તુબાલ તથા મેશેખ તારી સાથે વેપાર કરતા હતા; તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને તેમને બદલે તારો માલ લેતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 ગ્રીસ, તુબાલ અને મેશેખ સાથે તારો વેપાર ચાલતો અને તેઓ ગુલામો અને તાંબાનાં વાસણો આપીને બદલામાં તારો માલ લેતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ગ્રીસ, તુબાલ અને મેશેખથી વેપારીઓ ગુલામો અને પિત્તળના વાસણો લાવતા હતા અને બદલામાં તારો માલ લઇ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:13
17 Iomraidhean Croise  

ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.


એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.


યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.


યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.


મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.


હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”


તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.


ઉઝાલથી દાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો.


મેશેખ, તુબાલ તથા તેનો સમુદાય પણ ત્યાં છે! તેની આસપાસ તેની કબરો છે. તેઓમાંના બધા બેસુન્નત તથા કતલ થયેલા છે, કેમ કે તેઓ દેશમાં હિંસા લાવ્યા હતા!


“હે મનુષ્યપુત્ર, ગોગની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.


તેણે કહ્યું, “તું જાણે છે હું શા માટે તારી પાસે આવ્યો છું? હવે હું ઇરાનના રાજકુમાર સાથે યુદ્ધ કરવા પાછો જઈશ. જ્યારે હું જઈશ, ત્યારે ગ્રીસનો રાજકુમાર આવશે.


હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.


પેલો નર બકરો ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.


તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે.


વળી તમે યહૂદિયાના વંશજોને અને યરુશાલેમના લોકોને, ગ્રીકોને વેચી દીધા છે, જેથી તમે તેઓને પોતાના વતનમાંથી દૂર કરી શકો.


વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.


Lean sinn:

Sanasan


Sanasan