હઝકિયેલ 26:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 કેમ કે સમુદ્રના બધા સરદારો તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને પોતાના ઝભ્ભાઓ કાઢી નાખશે અને પોતાનાં ભરતકામનાં વસ્ત્રો ઉતારશે, તેઓ બીકનાં વસ્ત્રો પહેરશે, તેઓ જમીન પર બેસશે અને તું નિરંતર ધ્રૂજશે અને તારા વિષે વિસ્મય પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એ વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 દરિયો ખેડનાર સમુદ્રતટના દેશોના રાજાઓ પોતાના રાજ્યાસન પરથી નીચે ઊતરી જશે, તેઓ પોતાનો રાજદ્વારી પોષાક અને ભરતકામવાળા જામા બદલી નાખશે અને ધ્રૂજતાં ધ્રૂજતાં જમીન પર બેસી પડશે. તેઓ તારા પતનથી ચોંકી ઊઠીને સતત ધ્રૂજ્યા કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તૂરની જે દશા થઇ છે તે જોઇને સમુદ્ર તટ પર વસતી પ્રજાઓના રાજાઓ તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને તેઓના ઝભ્ભાઓ અને સુંદર પોશાકો બાજુ પર મૂકીને ભયભીત થઇને જમીન પર બેસશે. તારી દુર્દશા જોઇને તેઓને ધ્રુજારી ચડી જશે. Faic an caibideil |