હઝકિયેલ 26:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેના ઘોડાઓ ઘણાં હોવાથી તેમની ધૂળ તને ઢાંકી દેશે, નગરના દરવાજા પર હુમલો થાય છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, રથોનાં પૈડાંના અવાજથી તારી દીવાલ કંપી ઊઠશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેના ઘોડાઓ પુષ્કળ હોવાથી તેમની ધૂળ તને ઢાંકી નાખશે, કોઈ નગરના કોટમાં બાકોરું પડે છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ જ્યારે તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, પૈડાંના તથા રથોના ઘમઘમાટથી તારા કોટ થથરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેમના ઘોડાઓ દોડવાથી ઊડેલી ધૂળની ડમરીઓથી તું ઢંકાઈ જશે અને જ્યારે તેઓ તારા પ્રવેશદ્વારોમાં થઈને પસાર થશે ત્યારે ઘોડેસ્વારોના અશ્વોના, ગાડાંના અને રથોના ધમધમાટથી તારો કોટ ધ્રૂજી ઊઠશે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે. Faic an caibideil |