Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે તેનું લોહી તેની અંદર છે. તેણે તેને ખુલ્લા ખડક પર પાડ્યું છે, તેણે તેને જમીન પર રેડ્યું નથી જેથી તે ધૂળથી ઢંકાય જાય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે તેનું રકત તેની અંદર છે. તેણે તે ખુલ્લા ખડક પર પાડ્યું છે; તેણે તેને જમીન પર પાડ્યું નથી કે, તે ધૂળથી ઢંકાઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 એ નગરમાં ખૂનરેજી થઈ હતી, અને રક્ત ધૂળમાં ઢંકાઈ જાય તેવી જમીન ઉપર તે રેડાયું ન હતું, પણ એ તો ખુલ્લા ખડક ઉપર રેડાયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેણે ખૂબ હિંમતપૂર્વક ખૂન કર્યા છે. બધાં જોઇ શકે છે કે મારી નંખાયેલનું રકત ખડકો પર એમનું એમ જ છે. જે બધા જોઇ શકે છે. જો એ લોહી જમીન પર રેડાયું હોત તો રેતી તેને ઢાંકી દેત;

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:7
12 Iomraidhean Croise  

તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’


હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ. મારા અવાજને તું દાટી દઈશ નહિ.


કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ.


તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.


વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું લોહી મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડ્યાં એમ તો નહિ પણ આ સર્વ ઉપર તે લોહી છે.


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે.


જે લોહી તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયું છે. તું તારો કાળ નજીક લાવ્યું છે અને તારા વર્ષનો અંત આવી પહોંચ્યો છે. તેથી જ મેં તને બધી પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા બધા દેશોના આગળ હાંસીપાત્ર બનાવ્યું છે.


પણ ન્યાયી માણસો તો તેમને વ્યભિચારી તથા ખૂની સ્ત્રીઓની સજા કરશે, કેમ કે, તેઓએ વ્યભિચાર કર્યો છે અને તેમના હાથમાં લોહી છે.”


અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી.


કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે. તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે.


પણ લોહી તમારે ખાવું નહિ એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.


તમારે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું.


Lean sinn:

Sanasan


Sanasan