Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 અને તું સુંદર ભભકાદાર પલંગ પર બેઠી અને તેની આગળ મેજ બિછાવી. પછી તેં તેના પર ધૂપ તથા મારુ તેલ મૂક્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તું ભપકાદાર ગદેલા પર બેઠી, ને તેની આગળ મેજ બિછાવી હતી, ને તે પર તેં મારો ધૂપ તથા મારું તેલ મૂક્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 તેઓ ભપકાદાર દિવાન પર બેઠી અને સામે મેજ બિછાવી અને તે પર તેમણે મેં આપેલ સુગંધી ધૂપ તથા ઓલિવ તેલ મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 પછી તે દબદબાભર્યા પલંગ ઉપર બેઠી અને સામે બાજઠ મૂક્યો. બાજઠ ઉપર તેમણે મેં આપેલો ધૂપ અને મેં આપેલું તેલ મૂક્યું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:41
14 Iomraidhean Croise  

ત્યાં સફેદ, ભૂરા તથા જાંબુડી રંગના વસ્ત્રના પડદા ચાંદીની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો લાલ, ધોળા, પીળા તથા કાળાં આરસપહાણની ફરસબંધી પર સજાવેલા હતા.


તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે; વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો.


પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો


અમે અમારા પૂર્વજો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે તે પ્રમાણે અમે અવશ્ય કરીશું. કેમ કે તે વખતે અમારી પાસે પુષ્કળ રોટલી હતી. અમે સુખી અને સમૃદ્ધ હતા. અને અમે વિપત્તિ જોઈ ન હતી.


પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.”


તેઓ મારા ઘરમાં આવશે; તેઓ મારી સેવા કરવાને મારી મેજ પાસે આવે અને તેઓને સોંપેલી મારી ફરજો બજાવે.


જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.


તેઓ દરેક વેદીની બાજુમાં ગીરવે લીધેલાં વસ્ત્રો પર સૂઈ જાય છે. અને તેઓ ઈશ્વરના સભાસ્થાનમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.


તેઓ હાથીદાંતના પલંગો પર સૂએ છે વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે અને ટોળાંમાંથી હલવાનનું, અને કોડમાંથી વાછરડાનું ભોજન કરે છે.


યહોવાહ કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, “અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?’ એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.


પણ શાઉલે ઇનકાર કરીને કહ્યું, “હું નહી જ જમું,” પણ તેના ચાકરોએ તથા તે સ્ત્રીએ મળીને, તેને આગ્રહ કર્યો, પછી તેણે તેઓનું કહેવું માન્યું. તે જમીન ઉપરથી ઊઠીને પલંગ પર બેઠો.


Lean sinn:

Sanasan


Sanasan