Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કેમ કે હું તારા પર મારો કોપ રેડી દઈશ, તેઓ રોષથી તારી સાથે વર્તશે, તેઓ તારા નાક તથા કાન કાપી નાખશે, તારા બચેલા તલવારથી નાશ પામશે! તેઓ તારા દીકરા દીકરીઓને લઈ લેશે, જેથી તારા વંશજો અગ્નિથી ભસ્મ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હું મારો કોપ તારા પર રેડી દઈશ, ને તેઓ તારા પર કેર વર્તાવશે. તેઓ તારા નાકકાન કાપી લેશે. તારા બાકી રહેલા તરવારથી પડશે. તેઓ તારાં દીકરા-દીકરીઓને પકડી લેશે; અને તારા બાકી રહેલા અગ્નિથી ભસ્મ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 હું તારા પર ક્રોધે ભરાયો છું. તેથી તેઓ તારા પ્રત્યે રોષપૂર્ણ વ્યવહાર કરશે. તેઓ તારાં નાકકાન કાપી લેશે, તારા સૈનિકોની કત્લેઆમ થશે. તેઓ તારાં પુત્રપુત્રીઓને તારી પાસેથી લઈ લેશે અને તેમને જીવતાં જ સળગાવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 હું તારા પર રોષે ભરાયો છું. તેથી તેઓ તારા પર રોષ ઉતારશે. તેઓ તારા નાક કાન કાપી નાખશે, તેઓ તારા પુત્ર-પુત્રીને તારી પાસેથી લઇ લેશે. અને બાકીનું બધું અગ્નિમાં ભક્ષ્મ થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:25
17 Iomraidhean Croise  

કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવાહ છું, મારું નામ ‘ઈર્ષ્યાળુ’ છે. હું મારા માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.


કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.


મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.


તેઓ તને ધિક્કારશે; તેઓ તારી બધી સંપત્તિ લઈ લેશે અને તને ઉઘાડી કરી મૂકશે. તારા વ્યભિચારની ભ્રષ્ટતા એટલે તારાં શરમજનક કાર્યો તથા તારો વ્યભિચાર ઉઘાડાં થશે.


તે સૈન્ય તેઓને પથ્થરથી મારશે અને તલવારોથી તેમને કાપી નાખશે. તેઓ તેઓના દીકરા તથા દીકરીઓને મારી નાખશે અને તેઓના ઘરોને બાળી મૂકશે.


‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.


એ રીતે મારો ક્રોધ પૂરો થશે. હું તેઓના પર મારો રોષ સમાપ્ત કરીશ, ત્યારે જ મને શાંતિ થશે. મારો ક્રોધ હું તેઓના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે, હું યહોવાહ આવેશમાં બોલ્યો છું.


યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”


યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે.


એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.


Lean sinn:

Sanasan


Sanasan