હઝકિયેલ 23:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેઓ તારી વિરુદ્ધ હથિયારો, રથો તથા ગાડાઓ, અને લોકોનાં મોટાં ટોળાં સહિત આવશે. તેઓ મોટી ઢાલો, નાની ઢાલો તથા ટોપો પહેરીને તારી સામે આવીને તને ચારેબાજુથી ઘેરી લેશે. હું તેઓને તને શિક્ષા કરવાની તક આપીશ અને તેઓ પોતાનાં કાર્યોથી તને શિક્ષા કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેઓ તારી વિરુદ્ધ શસ્ત્રો, રથો તથા ગાડાંઓ લઈને તથા જુદી જુદી પ્રજાઓનાં લશ્કરો લઈને આવશે; તેઓ તારી આસપાસ ઢાલડીઓ ને ઢાલો ધારણ કરીને તથા ટોપ પહેરીને ઘેરાવ કરશે. હું ન્યાય કરવાનું કામ તેમને સોંપીશ, ને તેઓ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તારો ઈનસાફ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તેઓ તારી વિરુદ્ધ રથો, ગાડાં અને વિશાળ સૈન્ય સાથે શિરસ્ત્રાણ ઢાલ અને ભાલા સાથે તારી ઉપર આક્રમણ કરવા ચઢી આવશે, તેઓ શસ્ત્રસજ્જ માણસો વડે તને ચારેબાજુથી ઘેરી લેશે. હું તેઓ સમક્ષ મારી બાબત રજૂ કરીશ અને તેઓને યોગ્ય લાગે તેવો વર્તાવ તેઓ તારી સાથે કરશે. Faic an caibideil |