Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો અને પોતાને ઉઘાડી કરી, જેમ મારું મન તેની બહેન પરથી પણ ઊઠી ગયું હતું, તેમ મારું મન તેના પરથી ઊઠી ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એમ તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો, ને પોતાની નગ્નતા ઉઘાડી કરી; ત્યારે જેમ મારું મન તેની બહેન પરથી ઊઠી ગયું તેમ તેના પરથી ઊઠી ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 આમ, તેણે ખુલ્લેઆમ વ્યભિચાર કર્યો. તેણે પોતાની નગ્નતા ઉઘાડી કરી તેથી મારું મન જેમ તેની બહેન પરથી તેમ તેના પરથી પણ ઊઠી ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “આમ તે ઉઘાડેછોગ વ્યભિચાર કરતી હતી તેથી છેલ્લે હું તેની બહેનથી કંટાળી ગયો હતો તેટલો જ તેનાથી કંટાળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:18
20 Iomraidhean Croise  

તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.


જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો.


તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.


બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો; તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે.


મને તો મારો વારસો જંગલમાંના સિંહની જેમ થઈ પડ્યો છે; તે મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી મેં તેનો તિરસ્કાર કર્યો છે.


પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે.


માટે હે યરુશાલેમ આ ચેતવણી પર તું ધ્યાન આપ, રખેને હું તારો ત્યાગ કરીને તને ઉજ્જડ તથા વેરાન પ્રદેશ બનાવી મૂકું.


તેઓએ ધિક્કારપાત્ર કામ કર્યું હતું પણ શું તેઓને શરમ લાગે છે? ના, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું જ નહિ; તેથી તેઓનું પણ પતન થશે. હું જ્યારે તેઓને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે. એમ યહોવાહ કહે છે.


પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્રસ્થાનને દિવસે ઉત્સવનો ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે.


પ્રભુ યહોવાહ એવું કહે છે: “તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે;


તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, કેમ કે તમે તમારાં પાપ મારા સ્મરણમાં લાવ્યા છો, તમારા ઉલ્લંઘનો પ્રગટ કરવામાં આવ્યા છે. તારા એકેએક કાર્યમાં તારા પાપ પ્રગટ થાય છે. તમે યાદ આવ્યા છો, તે માટે તમે તમારા દુશ્મનોના હાથથી પકડાશો.


તેઓએ તેની નિર્વસ્ત્રતા ઉઘાડી કરી. તેઓએ તેના દીકરાઓ તથા દીકરીઓ લઈ લીધાં, તેઓએ તેને તલવારથી મારી નાખી, તે બીજી સ્ત્રીઓમાં શરમરૂપ થઈ ગઈ, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી.


પછી તેણે મિસર દેશમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો હતો, તે દિવસો યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો.


તેથી મેં તેને તેના પ્રેમીઓના હાથમાં, એટલે આશ્શૂરીઓના માણસો જેના માટે તે વિલાસી હતી, તેઓના હાથમાં સોંપી દીધી.


તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી પત્ની નથી, હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે.


જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઇમનાં પાપ, સમરુનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયાં. કેમ કે તેઓ દગો કરે છે, ચોર અંદર ઘૂસીને, શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે.


“હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, અને તમારાં ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહિ.


પ્રભુ યહોવાહ, સૈન્યોના ઈશ્વર કહે છે; હું, પ્રભુ યહોવાહ મારા પોતાના સોગન ખાઉં છું કે, “હું યાકૂબના ગર્વને ધિક્કારું છું. અને તેઓના મહેલોનો તિરસ્કાર કરું છું. એટલે તેઓના નગરને અને તેમાં જે કઈ છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ.”


એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા.


આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan