Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેણે પોતાની વ્યભિચારનું કામ વધારી. તેણે દીવાલ પર કોતરેલા માણસો, એટલે લાલ રંગથી કોતરેલી ખાલદીઓની પ્રતિમા જોઈ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીંત પર ચીતરેલા માણસોની, એટલે ખાલદીઓની, સિંદૂરથી ચીતરેલી છબીઓ જોઈ કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેણે ભીંત પર સિંદૂરથી ચીતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “તેણે વધુને વધુ વ્યભિચાર કર્યો કારણ કે તેણે ભીત ઉપર સિંદૂરથી ચિતરેલા બાબિલના અમલદારોના ચિત્રો જોયાં.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:14
9 Iomraidhean Croise  

બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર લાદવામાં આવે છે. આ બધી મૂર્તિઓને લઈ જાય છે તે થાકેલાં જાનવરોને માટે એ મૂર્તિઓ ભારરૂપ છે.


તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.”


“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો. ધ્વજા ફરકાવી અને જાહેર કરો. છુપાવશો નહિ. કહો કે, બાબિલ જિતાયું છે. બેલ લજ્જિત થયો છે. મેરોદાખના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓને લજ્જિત કરવામાં આવી છે; તેનાં પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’


વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.


મેં જોયું કે તેણે પોતાની જાતને અશુદ્ધ કરી છે. તે બન્ને બહેનોનો એક જ માર્ગ હતો.


તેઓએ કમરે કમરબંધ બાંધેલા હતા અને માથે સુંદર સાફા બાંધેલા હતા. તેઓમાંના બધા દેખાવમાં રાજ્યઅમલદારો જેવા લાગતા હતા. તેઓની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલના વતની જેવા લાગતા હતા.


એટલે હું બધા બાબિલવાસીઓને તથા બધા ખાલદીવાસીઓને પેકોદને, શોઆને તથા કોઆને તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા ખૂબસૂરત જુવાનોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને, ઘોડેસવારોને તથા મંત્રીઓને ભેગા કરીશ.


તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી.


તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan