Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 આથી હું મારો ક્રોધ તેઓ પર રેડી દઈશ! હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તેમણે તેઓએ કરેલાં સર્વ દૂરા આચરણોનું હું તેઓને માથે લાવીશ.’ એવું પ્રભુ યહોવાહ કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો છે. મારા ક્રોધરૂપી અગ્નિથી મેં તેમને ભસ્મ કર્યા છે. પ્રભુ યહોવા કહે છે કે, તેમના પોતાના આચરણનું ફળ મેં તેઓને આપ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 આથી હું તમારા પર મારો ક્રોધ રેડી દઇશ. હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તમે કરેલા સર્વ કુકર્મોને માટે હું તમને જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:31
19 Iomraidhean Croise  

તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.


આશ્શૂરને અફસોસ, તે મારા રોષનો દંડ અને લાકડી છે તેનાથી હું મારો કોપ કાબૂમાં રાખું છું!


તેઓ દૂર દેશથી, ક્ષિતિજને પેલે પારથી આવે છે. યહોવાહ પોતાના ન્યાયનાં શસ્ત્ર સાથે, આખા દેશનો વિનાશ કરવાને આવે છે.


પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે; અને તે મારી આગળ વેદી જેવું જ થશે.


જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.


યહોવાહ કહે છે કે, હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; વળી દ્રાક્ષાવેલા પર કંઈ દ્રાક્ષો થશે નહિ, અંજીરીને અંજીર લાગશે નહિ અને તેનાં પાંદડાં ચીમળાશે; વળી મેં તેઓને જે કંઈ આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.


યહોવાહે પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે; તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.


પણ જેઓ પોતાની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ ચાલે છે, તેઓની કરણીઓનો બદલો હું તેઓને માથે લાવીશ. આ પ્રભુ યહોવાહનું વચન છે.”


પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ” એવું પ્રભુ યહોવાહ કહે છે, “તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?


જેમ લોકો ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા તથા કલાઈને ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને અગ્નિ સળગાવીને ગાળે છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં તથા ક્રોધમાં ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને ઓગાળીશ.


યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,


હું મિસરમાં અગ્નિ સળગાવીશ અને તેના બધા મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!


હવે તારો અંત આવ્યો છે, કેમ કે હું તારા પર મારો રોષ રેડીશ, હું તારા માર્ગો પ્રમાણે તારો ન્યાય કરીશ; હું તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો બદલો વાળીશ.


કેમ કે મારી આંખ તારા પર દયા કરશે નહિ; પણ હું તારાં આચરણોનો બદલો લઈશ, તારાં તિરસ્કારપાત્ર કૃત્યો તારી મધ્યે લાવીશ, જેથી તું જાણશે કે હું યહોવાહ છું!


તેથી મારી આંખ તેઓના પર દયા રાખશે નહિ કે હું તેઓને છોડીશ નહિ. પણ તેને બદલે હું સઘળું તેઓના માથા પર લાવીશ.”


એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, ‘તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.’”


Lean sinn:

Sanasan


Sanasan