હઝકિયેલ 21:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેના જમણા હાથમાં યરુશાલેમ સંબંધી શકુન આવ્યા હતા, ત્યાં કિલ્લો તોડવાનાં યંત્રો ગોઠવવા, હત્યાનો હુકમ કરવા મુખ ઉઘાડવાં. મોટે ઘાંટે હોકારો પાડવા, દરવાજા તોડવાના યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, કિલ્લાઓ બાંધવા! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેના જમણા હાથમાં યરુશાલેમ [સંબંધી] શકુન આવ્યા હતા, એટલે કોટભંજક યંત્રો ચોઢવા, સંહારાર્થે મોં ઉઘાડવા, મોટે ઘાંટે હોકારા પાડવા, દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, [તથા] કિલ્લાઓ બાંધવા સંબંધી [શકુન આવ્યા હતા]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 જો, તેના જમણા હાથમાં આવેલા તીરમાં ‘યરુશાલેમ’ના નામની ચિઠ્ઠી નીકળી છે. તે તેને ત્યાં જઇને કોટભંજક યંત્રો ગોઠવવા, સંહારનો આદેશ આપવા, રણનાદ પાડવા, અને દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, માટીના ઢોળાવો ઊભા કરવા અને ખાઇઓ ખોદવા સૂચવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 “તેના જમણા હાથમાં આવેલું બાણ યરૂશાલેમનું છે. ત્યાં તે કિલ્લો તોડવાના યંત્રો ગોઠવશે અને હત્યા કરવા હુકમ આપશે. દરવાજા તોડવાના યંત્રો ગોઠવાશે અને માટીના ગઢ ઊભા કરાશે, અને ખાઇઓ ખોદશે. Faic an caibideil |