હઝકિયેલ 20:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 હવે, હે ઇઝરાયલના લોકો, પ્રભુ યહોવાહ આમ કહે છે: “જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો. જો તમે મારું સાંભળવાનો ઇનકાર કરો છો તો તમે મૂર્તિઓની પૂજા કરવાનું ચાલુ રાખો, પણ તમે તમારી મૂર્તિઓથી તથા ભેટોથી મારા પવિત્ર નામને અશુદ્ધ કરશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 હે ઇઝરાયલ લોકો, તમારા વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો, ને જો તમે મારું સાંભળવાને ઇચ્છતા ન હો તો હવે પછી પણ એમ જ કર્યા કરજો; પણ હવે પછી કદી તમે પોતાનાં અર્પણોથી તથા પોતાની મૂર્તિઓથી મારા પવિત્ર નામને લાંછન લગાડશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલીઓ, જાઓ તમે સૌ તમારી મૂર્તિઓની પૂજામાં મંડયા રહો. પણ પાછળથી તમે મારું નહિ સાંભળો તો હું જોઇ લઇશ. તમારી મૂર્તિઓને તમારાં અર્પણો ચડાવવા દઇને હું તમને મારા પવિત્ર નામને કલંક લગાડવા નહિ દઉં. Faic an caibideilપવિત્ર બાઈબલ39 હવે, હે ઇસ્રાએલના કુળ, યહોવા, મારા માલિક તારા માટે કહે છે: “જો તમે મને સાંભળવા માંગતા નથી અને તમે તમારી મલિન મૂર્તિઓની પૂજા કરવા ચાહો છો, તો તમે તેમ કરવાનું ચાલુ રાખો. પણ તમે તમારી મલિન મૂર્તિઓની ભેટ આપીને, મારા પવિત્ર નામને હવે જરા પણ અભડાવશો નહિ.” Faic an caibideil |
જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે.