Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પ્રભુ યહોવાહ કહે છે કે, હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું મારો હાથ લંબાવીને અને મારા પરાક્રમી હાથ વડે, કોપ રેડીને તમારા પર શાસન ચલાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ, નિશ્ચે પરાક્રમી હાથ વડે તથા ભુજ લંબાવીને તથા કોપ રેડીને હું તમારે શિરે રાજા થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 “હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 યહોવા મારા માલિક કહે છે કે, “હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે મારા ક્રોધમાં અને મારા પરાક્રમમાં તથા સમર્થ ભુજ વડે તમારા પર શાસન ચલાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:33
13 Iomraidhean Croise  

કેમ કે તેઓ તમારા મોટા નામ વિષે, તમારા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ વિષે સાંભળે અને તે આવીને આ ભક્તિસ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે,


તેથી ઇઝરાયલીઓને કહે કે, ‘હું યહોવાહ છું.’ હું તેઓનું રક્ષણ કરીશ. મારા સામર્થ્ય વડે મિસરીઓની ગુલામીમાંથી તેઓને મુક્ત કરીશ. હું મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ.


મિસરીઓ તો માણસ છે ઈશ્વર નહિ, તેઓના ઘોડા માત્ર માંસ છે, આત્મા નહિ. જ્યારે યહોવાહ પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે અને સહાય લેનાર પડી જશે; બન્ને એકસાથે નાશ પામશે.


લાંબા કરેલા હાથથી તથા બળવાન ભુજથી ક્રોધ તથા જુસ્સાથી તથા ભારે રોષથી હું જાતે તમારી સામે લડીશ.


કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; જેમ મારો ક્રોધ અને રોષ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે તેમ તમે મિસર જશો ત્યારે મારો ક્રોધ તમારાં પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ શાપરૂપ તથા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરી જોવા પામશો નહિ.’


આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.


સૈન્યોના યહોવાહ કહે છે, આ રાજાનો હુકુમ છે “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.


શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે.


જેમ ચાંદી ભઠ્ઠીમાં ઓગળી જાય છે, તેમ તમને તેમાં પિગળાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાહે મારો રોષ તમારા પર રેડ્યો છે!”


હું મારું સામર્થ્ય બતાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે બધી જગ્યાઓને દીબ્લાહ તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”


તેથી કોપાયમાન થઈને હું પણ તેઓને શિક્ષા કરીશ. મારી આંખો તેઓના પર દયા કરશે નહિ તેમ જ હું તેઓને છોડીશ નહિ. તેઓ મોટા અવાજે મારા કાનમાં પોકારશે પણ હું તેઓનું સાંભળીશ નહિ.”


તેથી હું તેને ફોસલાવીને. તેને અરણ્યમાં લાવીશ અને તેની સાથે નમ્રતાથી બોલીશ


Lean sinn:

Sanasan


Sanasan