Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 19:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારી માતા તારા જેવી સુંદર અને પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ફળદ્રુપ અને ડાળીઓથી ભરપૂર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તારી મા તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષાવૃક્ષ જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ખૂબ ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તમારી મા પણ તમારા વંશમાં ઝરણાને કિનારે રોપાયેલી દ્રાક્ષાવેલા જેવી હતી. ભરપૂર પાણી મળવાને કારણે તેને ફળથી લચી પડેલી પુષ્કળ ડાળીઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “‘તારી માતા પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી. પાણીની ખોટ નહોતી, એટલે તેને ખૂબ પાંદડાં અને ફળ આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 19:10
16 Iomraidhean Croise  

તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.


તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.


તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં. તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી.


હવે તેને અરણ્યમાં સૂકા તથા નિર્જળ પ્રદેશમાં રોપવામાં આવી છે.


અને કહે, ‘તારી માતા કોણ હતી? તે તો સિંહણ હતી, તે જુવાન સિંહોની સાથે પડી રહેતી હતી; તે સિંહોનાં ટોળાંમાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી.


તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી પત્ની નથી, હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે.


કેમ કે તેમની માતા ગણિકા છે, તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે. તેણે કહ્યું, “હું મારા પ્રીતમોની પાછળ જઈશ, કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી, મારું ઊન, મારું શણ, મારું તેલ અને પીણું આપે છે.”


ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.


કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;


જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan