Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો તે ગરીબો તથા નિરાધારો પર જુલમ ગુજારતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ તરફ પોતાની નજર કરી હોય કે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 દીન અને લાચારને નાહક રંજાડ્યા હોય, જોરજુલમ કરીને લૂંટ કરી હોય, ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી નહિ હોય, ને મૂર્તિઓ તરફ નજર કરી હોય, ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર ગુજારતો હોય, લૂંટફાટ કરતો હોય, દેવાદારની ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો ન હોય, પરદેશીઓની મૂર્તિઓનું ધ્યાન કરતો હોય અને ઘૃણિત કાર્યો કરતો હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ગરીબો અને નિરાધારો પર ત્રાસ કરતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ પર ષ્ટિ રાખી તેઓની પૂજા કરતો હોય,

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:12
19 Iomraidhean Croise  

“યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યાં છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.


જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તારોથ માટે, મોઆબની ધિક્કારપાત્ર દેવી કમોશને માટે, આમ્મોન લોકોની ધિક્કારપાત્ર દેવી મિલ્કોમને માટે યરુશાલેમની પૂર્વ બાજુએ, વિનાશના પર્વતની દક્ષિણે બાંધેલાં હતા, તેઓને યોશિયા રાજાએ અશુદ્ધ કર્યાં.


યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: “તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે.


પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.


યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો.


જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.


તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, ગીરવે મૂકેલી વસ્તુ લીધી ન હોય, ચોરી કરેલી વસ્તુ લીધી ન હોય, પણ ભૂખ્યાઓને અન્ન આપ્યું હોય તથા નિર્વસ્ત્રને વસ્ત્ર ઓઢાડ્યું હોય,


માટે તેઓને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: “તમે લોહી પીઓ છો, તમે તમારી નજર મૂર્તિ તરફ ઉઠાવી છે, તમે લોકોનું લોહી વહેવડાવો છો. છતાં શું તમે દેશનું વતન પામશો?


સાંકળો બનાવો, કેમ કે દેશ રક્તના ન્યાયથી, અને નગર હિંસાથી ભરપૂર છે.


તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના લોકો અહીં કરે છે તે નાની બાબત છે? કેમ કે તેઓએ સમગ્ર દેશને હિંસાથી ભરી દીધો છે, તેઓ નાકે ડાળી અડકાડીને મને વધુ ગુસ્સે કરે છે.


તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.


વેપારીઓના હાથમાં તો ખોટાં ત્રાજવાં છે, તેઓને છેતરપિંડી ગમે છે.


સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે.


હે સમરુનના પર્વત પરની ગરીબોને હેરાન કરનારી, દુર્બળોને સતાવનારી, “લાવો આપણે પીએ.” એમ પોતાના માલિકોને કહેનારી બાશાનની ગાયો તમે આ વચન સાંભળો.


વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”


પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?


Lean sinn:

Sanasan


Sanasan