Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 “તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? “એવું પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પ્રભુ યહોવા કહે છે કે, તું આ સર્વ કૃત્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનું કામ કરે છે, માટે તારું હ્રદય કેવું નિર્બળ છે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 પ્રભુ પરમેશ્વર કહે છે કે, “તું કેવી કામાતુર મનની છે. એક નિર્લજ્જ વેશ્યાની જેમ તેં આ બધું કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તેથી યહોવા મારા માલિક કહે છે કે, તારું હૃદય કેટલું દુષ્ટ છે કે તું આવાં કામ કર્યા કરે છે. તું સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રી છે.” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:30
14 Iomraidhean Croise  

કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.


તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.


મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે.


બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકની ગભાણને ઓળખે છે, પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી.”


તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.


તેઓ કહે છે, “જો પુરુષ પોતાની પત્નીને કાઢી મૂકે અને તે તેની પાસેથી જઈને બીજા પુરુષને પરણે, તો શું તે તેની પાસે પાછો જાય? જો એમ બને તો એ દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’” પણ તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને છતાં તું મારી પાસે પાછી આવવા માગે છે? એવું યહોવાહ કહે છે.


આથી વરસાદને અટકાવવામાં આવ્યો છે અને પાછલો વરસાદ પણ વરસ્યો નથી; પણ તને ગણિકાનું મગજ હતું. તેં તો શરમ છેક મૂકી દીધી છે.


મારા લોકો મૂર્ખ છે. તેઓ મને ઓળખતા નથી, તેઓ મૂર્ખ છોકરાં છે. તેઓને કશી સમજ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે. પરંતુ ભલું કરી જાણતાં નથી.


વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.


હે ઇઝરાયલ, બીજા લોકોની જેમ આનંદ ન કર. કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને યહોવાહને વિશ્વાસુ નથી રહ્યો. દરેક ખળીમાં તેં વેતન આપવા ચાહ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan