Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 રસ્તાના દરેક મથક આગળ તેં પોતાનો ચોતરો બાંધ્યો છે, ને પોતાના સૌદર્યને કંટાળો આવે એવું કરી નાખ્યું છે, ને પાસે થઈને જનાર દરેક જનની આગળ પોતાના પગ પહોળા કરીને તારો વ્યભિચાર વધારી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેં દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બનાવ્યા છે. ત્યાં થઈને પસાર થતા પ્રત્યેક રાહદારી આગળ તારો દેહ ધરીને તેં તારું સૌંદર્ય રગદોળાવા દીધું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અને ત્યાં તેં તારાં રૂપને ષ્ટ કર્યું. જતા આવતા સૌને તારી કાયા સમર્પિત કરીને વારાંગનાવૃત્તિ ચાલુને ચાલુ રાખી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:25
18 Iomraidhean Croise  

તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી.


પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, “જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?” તેઓએ કહ્યું, “અહીં તો કોઈ ગણિકા નથી.”


સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે.


તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.


હે મારી પ્રિય પ્રજા, જેણે ઘણાં દુષ્ટ મનસૂબા મારા ઘરમાં કર્યા છે તેનું શું કામ છે? તારી પાસેથી બલિદાન માટે માંસ ગયું છે, કેમ કે તમે ભૂંડું કર્યું છતાં આનંદ કરો છો.


તું ખાલી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો, તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ આરબ પ્રતિક્ષા કરે છે. તેમ તું તેઓને સારુ રસ્તાની ધારે બેઠી છે, અને તેં તારા વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ભ્રષ્ટ કરી છે.


જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે.


“પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો.


તું તારો ઘૂમટ દરેક શેરીને મથકે બાંધે છે અને દરેક જગ્યાએ તું તારાં મંદિરો બાંધે છે, તું ખરેખર ગણિકા નથી, કેમ કે તું તારા કામના પૈસા લેવાનું ધિક્કારે છે.


પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘તું તારી બહેનનો પ્યાલો પીશે, તે ઊંડો અને મોટો છે; તું હાંસીપાત્ર થશે અને તું મજાકનો વિષય બનશે તે પ્યાલામાં ઘણું સમાય છે.


આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે.


તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે ગણિકાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan