Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જે દીવાલને તમે ધોળો છો તેને હું તોડી પાડીશ, હું તેને જમીનદોસ્ત કરી નાખીશ અને તેના પાયા ખુલ્લા થઈ જશે. તે પડી જશે અને તમે બધા તેની નીચે કચડાઈને મરી જશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એમ જે ભીંતને કાચા કોલથી લપેડી મૂકી છે તેને હું તોડી પાડીશ, ને તેને એવી જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઈ જશે. અને તે પડી જશે,, ને તમે તેની નીચે નાશ પામશો. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 એમ તમે જે ભીંત પર ચૂનાના લપેડા કર્યા છે તેને હું પાડી નાખીશ; તેને હું એવી તો જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઇ જશે. એ ભીંત તૂટી પડશે ત્યારે તમે બધાં તેની નીચે નાશ પામશો, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તમે દિવાલ પર ચૂનો ધોળ્યો છે તેને હું તોડી પાડીશ, ભોયભેગા કરી નાખીશ, તેના પાયા ખુલ્લા પડી જશે. અને એ પડશે ત્યારે તમે એની નીચે કચઢાઇને મરી જશો. ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:14
18 Iomraidhean Croise  

કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?


મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય, તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.


હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે.


માટે તમારાં આ પાપ ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.


તેથી યહોવાહ કહે છે; “મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે પ્રબોધ કરે છે અને કહે છે કે, તલવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહિ; એ પ્રબોધકો તલવારથી અને દુકાળથી નાશ પામશે.


તેથી પ્રબોધકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે કે; “જુઓ, હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઈશ, કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં દુષ્ટતા ફેલાઈ રહી છે.”


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે.


તેઓએ ધિક્કારપાત્ર કામ કર્યું હતું પણ શું તેઓને શરમ લાગે છે? ના, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું જ નહિ; તેથી તેઓનું પણ પતન થશે. હું જ્યારે તેઓને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે. એમ યહોવાહ કહે છે.


દીવાલ તથા તે પર ચૂનો કરનારાઓનો હું મારા ક્રોધમાં નાશ કરીશ. હું તમને કહીશ કે, “દીવાલ તથા તેના પર ધોળનારાઓને પણ ટકશે નહિ.


તમારા બુરખાઓને હું ફાડી નાખીશ અને મારા લોકોને તમારામાંથી છોડાવીશ, હવે પછી તેઓ તમારા હાથમાં ફસાશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.


તેથી હવે પછી તમને વ્યર્થ સંદર્શન થશે નહિ અને તમે શકુન જોશો નહિ, હું મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ. અને ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”


“જે પ્રબોધકો જૂઠાં સંદર્શન જુએ છે તથા જૂઠા શકુન જુએ છે તે પ્રબોધકો વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ઇઝરાયલ લોકોના અહેવાલમાં નોંધવામાં નહિ આવે, તેઓ ઇઝરાયલના દેશમાં જશે નહિ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.


હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.


“તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.


તમે તમારા લોકોના ઉદ્ધારને માટે, વળી તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે સવારી કરો છો. તમે દુષ્ટના ઘરમાંથી શિરને કાપી નાખો છો અને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખો છો. સેલાહ


પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘર તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’”


Lean sinn:

Sanasan


Sanasan