હઝકિયેલ 12:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 દેશના લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 આ દેશના લોકોને કહે કે, યરુશાલેમના રહેવાસીઓ વિષે તથા ઇઝરાયલ દેશ વિષે પ્રભુ યહોવા કહે છે, કે તેઓ ચિંતાતુર થઈને પોતાની રોટલી ખાશે ને ભયભીત થઈને પોતાનું પાણી પીશે, જેથી તેના સર્વ રહેવાસીઓના જુલમને લીધે તેના દેશમાં જે સર્વ હોય તે નાશ પામે ને તે ઉજજડ થઈ જાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 બધા લોકોને કહેજે કે, ઇસ્રાએલમાં હજી પણ વસતાં યરૂશાલેમના વતનીઓ માટે યહોવા મારા માલિકના આ વચન છે; તેઓ ડરતા ડરતા ખાશે અને ચિંતાતુર થઇને પાણી પીશે. તેમના દેશમાં વસતી દરેકે દરેક વ્યકિત હિંસક છે. તેથી તેને વેરાન બનાવી દેવામાં આવશે. Faic an caibideil |