Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ હું તેઓમાંના કેટલાક માણસને તલવાર, દુકાળ તથા મરકીના ઉપદ્રવથી જીવતા રહેવા દઈશ, જેથી તેઓ જે પ્રજાઓમાં હું તેઓને લઈ જઈશ ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ હું તેઓમાંના થોડાક માણસોને તરવાર, દુકાળ તથા મરકી ના સપાટામાં થી જવતા રહેવા દઈશ, જેથી જે જે પ્રજાઓમાં તેઓ જાય ત્યાં તેઓ પોતાનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પરંતુ હું તેઓમાંથી થોડાકને તલવાર, દુકાળ ને રોગચાળામાંથી બચાવી લઇશ; જેથી જે પ્રજાઓમાં જઇને વસવાટ કરે ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કબૂલ કરે અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “હું તેઓમાંના થોડાને યુદ્ધ, ભૂખમરો, અને રોગચાળામાંથી ઉગારી લઇશ, જેથી તેઓ જે પ્રજાઓમાં જઇને વસ્યા હશે ત્યાં કબૂલ કરે કે તેમનાં કૃત્યો કેટલાં અધમ હતાં, અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:16
28 Iomraidhean Croise  

અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે.


કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.


જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


તેના વનમાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.


હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંથી ફક્ત થોડા જ પાછા આવશે. ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થયેલો છે.


પૃથ્વીમાં લોકો ઝુડાયેલા જૈતૂન વૃક્ષ જેવા, તથા દ્રાક્ષાને વીણી લીધા પછી બાકી રહેલા દ્રાક્ષાવેલા જેવા થશે.


તે છતાં જો તેમાં લોકોનો દશમો ભાગ પણ રહે, તો તેનો ફરીથી વિનાશ કરવામાં આવશે; જેમ એલાહવૃક્ષ કે એલોન વૃક્ષ કાપી નાખવામાં આવ્યા પછી થડ રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ તેની જડમાં છે.”


કેમ કે યહોવાહ કહે છે હું તમને બચાવવા સારુ તમારી સાથે છું’ અને તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા છે તે લોકોનો પણ હું સંપૂર્ણ રીતે વિનાશ કરીશ. તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને ન્યાયની રૂએ શિક્ષા કરીશ અને નિશ્ચે તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.’


કેમ કે યહોવાહ કહે છે કે, આખો દેશ ઉજ્જડ થઈ જશે પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.


હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.


યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,


કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.


પછી તેઓ પ્રજાઓમાં ગયા. જ્યાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓએ મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, લોકો તેઓ વિષે કહેતા હતા કે, ‘શું આ ખરેખર યહોવાહના લોકો છે? કેમ કે તેઓ પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.’


ત્યારે તમને તમારાં આચરણો તથા તમારાં કાર્યો જે સારાં નથી તે યાદ આવશે, તમારાં પાપો તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે પોતાને ધિક્કારશો.


બહાર તલવાર છે, અંદર મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તલવારથી માર્યો જશે, જેઓ નગરમાં છે તેઓને મરકી તથા દુકાળ ગળી જશે.


જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.


જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.


વળી યશાયા ઇઝરાયલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે, જોકે ‘ઇઝરાયલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય, તોપણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે’


Lean sinn:

Sanasan


Sanasan