Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તું તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, આ ઈશ્વરવાણી યરુશાલેમમાંના સરદારને તથા સર્વ ઇઝરાયલ લોકોને [લાગુ] પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે, ‘આ સંદેશ યરુશાલેમના રાજવી માટે અને ત્યાં વસવાટ કરતા બધા ઇઝરાયલીઓ માટે છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તું તેમને કહે કે, આ યહોવાના વચન છે: આ દેવવાણી યરૂશાલેમના રાજકર્તા માટે અને ત્યાં વસતા બધા ઇસ્રાએલીઓ માટે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:10
12 Iomraidhean Croise  

પછી યેહૂએ પોતાના સરદાર બિદકારને કહ્યું, “તેને ઉઠાવીને નાબોથ યિઝ્રએલીના ખેતરમાં નાખી દે. જ્યારે તું અને હું બન્ને સાથે તેના પિતા આહાબની પાછળ સવારી કરીને આવતા હતા ત્યારે યહોવાહે તેની વિરુદ્ધ આ ભવિષ્યવાણી કરી હતી તે યાદ કર.


આમોસના પુત્ર યશાયાને બાબિલ વિશે જે ઈશ્વરવાણી મળી તે.


આહાઝ રાજા મરણ પામ્યો તે વર્ષે આ જાહેરાત કરવામાં આવી:


ત્યારબાદ યહોવાહ કહે છે કે હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોક આ નગરમાં મરકીથી, તલવારથી તથા દુકાળથી બચ્યા છે તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તથા જેઓ તેનો જીવ શોધે છે તેઓના હાથમાં સોંપીશ અને તે તેઓને તલવારથી મારી નાખશે. તેમના પર તે ક્ષમા, દયા કે કરુણા દર્શાવશે નહિ.


યહોવાહ એમ કહે છે કે, જેમ અંજીરો બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે’ “તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા તેના અધિકારીઓ અને યરુશાલેમમાંના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં જ રહે છે કે જેઓ મિસરમાં રહે છે તેઓને હું તજી દઈશ.


પરંતુ જો તમે બાબિલના રાજાના અધિકારીઓનાં શરણે નહિ જાઓ, તો આ નગર ખાલદીઓની હાથમાં સોંપાશે. તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓના હાથમાંથી બચવા નહિ પામો.”


તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.


પછી તલવારને મ્યાનમાં મૂક. તારી ઉત્પત્તિની જગાએ, જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.


રાજા શોક કરશે અને રાજકુમારો પાયમાલીથી ઘેરાઈ જશે, દેશના લોકોના હાથ ભયથી કાંપી ઊઠશે. તેઓનાં આચરણ પ્રમાણે હું તેઓને સજા કરીશ! હું તેઓના ગુણદોષ મુજબ તેઓનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”


માલાખી મારફતે ઇઝરાયલી પ્રજાને પ્રગટ કરાયેલા યહોવાહનો વચન.


Lean sinn:

Sanasan


Sanasan