હઝકિયેલ 1:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મેં જોયું, અને જુઓ, એજ આંધીરૂપી મહા વાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું, ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો, ને તેની આસપાસ પ્રકાશ હતો, ને તેમાંથી, એટલે તે અગ્નિમાંથી તૃણમણિનાં જેવું તેજ આવતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તે દરમ્યાન મે જોયું, કે ઉત્તરમાંથી એક આંધીરૂપી તોફાન મારી તરફ આવતું હતું. એ તો ખૂબજ વિશાળ વાદળું હતું, જેમાં અગ્નિ ચમકતો હતો, અને જેની આસપાસ પ્રકાશ હતો, ચળકતી ધાતુ જેવી કોઇક વસ્તું અગ્નિમાં હતી. Faic an caibideil |
અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.