નિર્ગમન 8:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તારી આગળથી જઈને તરત જ યહોવાહને વિનંતી કરીશ કે, ફારુન અને તારા અમલદારોને તથા તારી પ્રજાને આવતી કાલે સવારે માખીઓના ત્રાસથી મુક્ત કરે. પણ તમે અમને મૂર્ખ ન બનાવતા, યહોવાહને યજ્ઞો અર્પવા અમને અરણ્યમાં જવા દેવાના છે; અમને ના પાડવાનું નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને મૂસાએ કહ્યું, “જુઓ, હું હવે તમારી પાસેથી બહાર જાઉં છું, અને હું યહોવાને વિનંતી કરીશ કે ફારુન પાસેથી તથા તેમના સેવકો પાસેથી તથા તેમની પ્રજા પાસેથી કાલે માખીઓ દૂર થાય. કેવળ ફારુને ફરીથી કપટ કરીને યહોવાની આગળ યજ્ઞ કરવા માટે લોકોને જવા દેવાની મના કરવી નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 મોશેએ જવાબ આપ્યો, “તમારી પાસેથી બહાર ગયા પછી હું તરત જ પ્રભુને વિનંતી કરીશ કે આવતી કાલે તમારી પાસેથી, તમારા અમલદારો પાસેથી અને તમારી પ્રજા પાસેથી માખીઓ દૂર થાય. પણ અમને ફરીથી છેતરીને લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દેવાની મનાઈ ફરમાવશો નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ29 મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તમાંરી પાસેથી જઈને તરત જ યહોવાને પ્રાર્થના કરીશ કે, તમે અને તમાંરા અમલદારો અને તમાંરી પ્રજા આવતી કાલે સવારે માંખીઓના ત્રાસથી મુક્ત થાઓ તેમ કરે. પણ તમાંરે અમને મૂર્ખ નથી બનાવવાના. યહોવાને યજ્ઞો અર્પવા અમને રણમાં જવા દો. અમને રોકશો નહિ.” Faic an caibideil |