Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાણે કરવું ઉચિત નથી, કારણ કે અમે અમારા ઈશ્વર યહોવાહને અર્પણ ચઢાવીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. તેથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તેવી આહુતિ જો અમે આપીએ તો તેઓ અમને પથ્થરો મારીને મારી નાખે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને મૂસાએ કહ્યું, “એમ કરવું અમારે માટે યોગ્ય નથી. કેમ કે એથી તો અમારા ઈશ્વરે યહોવા આગળ મિસરીઓને અમંગળ લાગે એવા યજ્ઞ થાય. જો અમે મિસરીઓના જોતાં તેમને અમંગળ લાગે એવા યજ્ઞ કરીએ તો શું તેઓ અમને પથ્થરે નહિ મારે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પરંતુ મોશેએ જવાબ આપ્યો, “એમ કરવું યોગ્ય નથી; કારણ, અમે અમારા ઈશ્વર પ્રભુને જે બલિદાનો ચડાવીએ છીએ તેનાથી ઇજિપ્તીઓને નફરત થશે. ઇજિપ્તીઓને નફરત આવે એવાં બલિદાનો અમે ચડાવીએ તો તેઓ અમને પથ્થરે નહિ મારે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાંણે કરવું એ યોગ્ય નથી, કારણ કે અમે અમાંરા દેવ યહોવાને પશુઓને યજ્ઞમાં અર્પીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. એથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તે પશુઓની આહુતિ આપીએ તો તેઓ અમને પથ્થરો માંરીને માંરી નહિ નાંખે?

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:26
11 Iomraidhean Croise  

દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે.


ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, ‘તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.’ આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”


જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તારોથ માટે, મોઆબની ધિક્કારપાત્ર દેવી કમોશને માટે, આમ્મોન લોકોની ધિક્કારપાત્ર દેવી મિલ્કોમને માટે યરુશાલેમની પૂર્વ બાજુએ, વિનાશના પર્વતની દક્ષિણે બાંધેલાં હતા, તેઓને યોશિયા રાજાએ અશુદ્ધ કર્યાં.


આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.


લોકો તારી વાણી સાંભળશે, પછી તું અને ઇઝરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ અમને મળ્યા છે. એ અમારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞાર્પણ કરવા માટે અમે ત્રણ દિવસની મુસાફરી કરીને જઈ શકીએ એટલે દૂર અરણ્યમાં અમને જવા દે.”


પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અને મારી પ્રજાને દેડકાંના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાંને દૂર કરે. પછી હું તમારા લોકોને યહોવાહને યજ્ઞો અર્પવા જવા દઈશ.”


કોઈ ધ્યાનમાં લેતો નથી અને કહેતો નથી, આ લાકડાનો અર્ધો ભાગ મેં અગ્નિમાં બાંધ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં તેના ઉપર માંસ શેક્યું અને ખાધું. તો હવે, આ શેષ રહેલા લાકડામાંથી કોઈ અમંગળ વસ્તુ બનાવીને તેની પૂજા કેમ કરું? શું હું લાકડાના ટુકડાની આગળ નમુ?”


Lean sinn:

Sanasan


Sanasan