Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 38:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વીસ વર્ષના તથા તેથી વધારે વયના જે માણસો ગણતરીમાં દાખલ થયા, એટલે છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ, તેઓમાંથી પ્રત્યેક માણસ માથાદીઠ એક બેકા, એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ [લાવ્યો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 એ બધી ચાંદી જેમની ગણતરી થઈ એવા વીસ વરસ કે તેથી વધુ ઉંમરના 6,03,550 પુરુષો પાસેથી મળી હતી. પ્રત્યેક પુરુષે એક બેકા એટલે પવિત્રસ્થાનના તોલમાપના ધોરણ મુજબનો અર્ધો શેકલ અર્થાત્ 5.7 ગ્રામ ચાંદી આપી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 વસ્તીગણતરીમાં વીસની અને તેની ઉપરની ઉંમરના 6,03,550 માંણસો નોંધાયેલ હતાં. અને તેમાંના પ્રત્યેક એક બેકા ચાંદીની ખંડણી ભરી હતી (અધીકૃત માંપ વાપરતા એક બેકા એટલે અડધો શેકેલ).

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 38:26
12 Iomraidhean Croise  

ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.


“તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.


વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.


પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.


“ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.


જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.


તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.


મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.


“ઇઝરાયલી લોકોની આખી જમાતમાં જેઓ વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના હોય, એટલે કે જેઓ ઇઝરાયલ માટે યુદ્ધમાં જવાને સમર્થ હોય તેઓની તથા તેઓના પિતૃઓના કુટુંબોની ગણતરી કર.”


ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી.


પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?”


Lean sinn:

Sanasan


Sanasan