Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 35:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 આ પ્રમાણે ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાહને માટે ઐચ્છિકાર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાહે કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્‍ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 આ પ્રમાંણે ઇસ્રાએલના લોકોએ યહોવાએ મૂસા માંરફતે જે જે કામો કરવાની આજ્ઞા કરી હતી તેને માંટે તે કાર્યમાં મદદ કરવાની ઈચ્છા જે સ્ત્રી પુરૂષોની હતી તે સૌએ પોતાના અર્પણો રાજીખુશીથી તેમને આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 35:29
25 Iomraidhean Croise  

પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.


હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત:કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.


તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.


પછી પિતૃઓના કુટુંબોના વડાઓ, ઇઝરાયલના કુળોના આગેવાનો, હજારના અને સેના અધિપતિઓ તથા રાજ્યસેવાના અધિકારીઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.


તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિકાર્પણો આપ્યાં. ઈશ્વરના સભાસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલ યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે બે હજાર છસો ઘેટાંબકરાં તથા ત્રણસો બળદો આપ્યાં.


પછી દૈનિક તથા મહિનાના દહનીયાર્પણો, યહોવાહનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં તથા ઐચ્છિકાર્પણો, પણ ચઢાવ્યાં.


પછી મેં તેઓને કહ્યું, “તમે યહોવાહને માટે પવિત્ર છો, તેમ આ વાસણો પણ યહોવાહને માટે પવિત્ર છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને માટે ઐચ્છિકાર્પણ છે.”


મૂસાએ ઇઝરાયલીઓની આખી સભાને કહ્યું, “જે આજ્ઞા યહોવાહે આપી છે તે આ પ્રમાણે છે.


યહોવાહને માટે તમારામાંથી અર્પણ લો, જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાહને સારુ અર્પણ લાવે: એટલે સોનું, ચાંદી, પિત્તળ,


જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી ઐચ્છિકાર્પણ લાવતા હતા.


તેથી તમારે નિયમશાસ્ત્ર અને સાક્ષી પર ધ્યાન લગાવવું! જો તેઓ આવી વાતો ન કહે, તો તેનું કારણ છે કે તેમનામાં પરોઢનો પ્રકાશ નથી.


મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


તો આપોલસ કોણ છે? અને પાઉલ કોણ છે? જેમ પ્રભુએ તેઓ દરેકને સેવાકાર્ય આપ્યું છે તે પ્રમાણે તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, જેઓનાં દ્વારા તમે વિશ્વાસ કર્યો.


જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે.


જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.


જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.


હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.


મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.


અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.


“જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!


મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, રાજીખુશીથી લોકો સમર્પિત થયા. તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!


Lean sinn:

Sanasan


Sanasan