નિર્ગમન 34:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ગધેડાના પહેલા વાછરડાને તું હલવાન વડે ખંડી લે, પણ જો તેને ખંડી લેવો ન હોય તો તું તેની ગરદન ભાંગી નાખ. તારા સર્વ પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને ગધેડાના પહેલા વછેરાને તું હલવાન વડે ખંડી લે. અને જો તેને ખંડી લેવો ન હોય તો તું તેનું ડોકું ભાંગી નાખ. તારા બધા પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 પરંતુ પ્રત્યેક પ્રથમજનિત ગધેડું તમારે ઘેટાનું અર્પણ આપીને છોડાવી લેવું. જો તમે તેને એ રીતે મૂલ્ય ચૂકવી છોડાવી ન શકો તો તમારે તેની ગરદન ભાંગી નાખવી. પ્રત્યેક પ્રથમજનિત પુત્ર પણ તમારે મૂલ્ય આપીને છોડાવી લેવો. “મારી સમક્ષ આવનાર પ્રત્યેક જણે અર્પણ લીધા સિવાય આવવું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ20 જો તમે ગધેડાના પ્રથમ બચ્ચાંને રાખવા માંગતા હોય તો તેને બદલે હલવાન આપીને તેને ખરીદી શકાય. જો તું તેને ખંડી લેવા ના ઈચ્છતો હોય તો તેની ડોક ભાંગી નાખવી, અને તારા બધા જ પ્રથમજનિત પુત્રોને તારે ખંડી લેવાના છે. ભેટ લાવ્યા વિના કોઈએ માંરી સમક્ષ ખાલી હાથે આવવું નહિ. Faic an caibideil |
ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.’