Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ એમ કહે છે: ‘તમે બધા પોતપોતાની તલવાર લઈને સજ્જ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો અને તમારા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને મારી નાખો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે, પ્રત્યેક માણસ પોતાની કમરે તરવાર બાંધે, ને છાવણીમાં ભાગળે ભાગળે ફરે, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈને તથા પ્રત્યેક માણસ પોતાના પડોશીને મારી નાખે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેણે તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તમને આજ્ઞા કરે છે કે તમે પ્રત્યેક તમારી તલવાર લઈને આ પ્રવેશદ્વારથી બીજા પ્રવેશદ્વાર સુધી આખી છાવણીમાં ફરી વળીને પોતાના ભાઈઓને, મિત્રોને તથા પડોશીઓને મારી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તેણે તેઓને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા છે: ‘તમે બધા પોતપોતાની તરવાર લઈને સજજ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો, અને તમાંરા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને માંરી નાખો.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:27
12 Iomraidhean Croise  

યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો. કોઈને બહાર આવવા દેશો નહિ.” તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બઆલના મંદિરના અંદરનાં ઓરડામાં ગયા.


પછી મૂસાએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાહના પક્ષમાં હોય તે મારી પાસે આવે.” એટલે સર્વ લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.


લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું. તે દિવસે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો માર્યા ગયા.


મૂસાએ લેવીઓને કહ્યું, “આજે પ્રત્યેક માણસ પોતાના દીકરાની વિરુદ્ધ તથા પોતાના ભાઈની વિરુદ્ધ યહોવાહને અર્પિત થઈ જાઓ, જેથી યહોવાહ આજે તમને આશીર્વાદ આપે.”


પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, “નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.


તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, “તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ-પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે.”


‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.


એ માટે હવેથી અમે માનવીય ધોરણથી કોઈનો ન્યાય કરતા નથી, જો કે ખ્રિસ્તને અમે પહેલા માનવીય ધોરણથી જોયા હતા પણ હવેથી અમે આ રીતે કોઈનો ન્યાય કરતા નથી.


તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે “ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan