Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને તેનો ધૂપ એટલે સુગંધી બનાવવનારના હુન્‍નર મુજબ સુગંધી બનાવ, તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 પછી અત્તરની જેમ મેળવણી કરીને તેમાંથી ધૂપ બનાવ. ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તેમાં મીઠું ઉમેર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 “તારે રાજન, કેરબા, શિલારસ, અને શુદ્ધ લોબાન સરખે ભાગે લઈ તે મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો, તેને સરૈયો બનાવે તેવીજ રીતે બનાવવો. એ ધૂપને શુધ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠુ મેળવવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:35
13 Iomraidhean Croise  

સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!”


યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા.


તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.


હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માટે અર્પણ કર અને તેઓને માથા ઉપર જૈત તેલનો અભિષેક કરીને યાજકપદ માટે પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.


નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.


યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.


એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો.


જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.


તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!


ધુમાડાના સ્તંભ જેવો, બોળ, લોબાન તથા વેપારીઓના સઘળાં સુગંધી દ્રવ્યોથી મહેકતો, આ જે અરણ્યમાં આવતો દેખાય છે તે કોણ છે?


પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.


તમારે તમારાં ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણમાં મીઠું નાખવું. તમારા ખાદ્યાર્પણમાં ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દો. તમારા પ્રત્યેક અર્પણ સાથે તમે તમારે મીઠું ચઢાવવું.


તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan