નિર્ગમન 29:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 તારે વેદી પર આટલા બલિ ચઢાવવા, કાયમને માટે પ્રતિદિન એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 હવે વેદી પર તારે જે ચઢાવવું તે આ પ્રમાણે:તું રોજ રોજ પહેલા વર્ષના બે હલવાન હમેશને ચઢાવ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 “તારે કાયમને માટે દરરોજ એક વર્ષની વયના બે હલવાનનું વેદી પર અર્પણ કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ38 “તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં. Faic an caibideil |
જુઓ, હું મારા ઈશ્વર યહોવાહ માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.