Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માટે અર્પણ કર અને તેઓને માથા ઉપર જૈત તેલનો અભિષેક કરીને યાજકપદ માટે પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને તું તે તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ડિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માંટે અર્પણ કર. તેઓને માંથા ઉપર જૈતતેલનો અભિષેક કરીને યાજકપદ માંટે પવિત્ર કર. તેઓ માંરી યાજકો તરીકે સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:41
24 Iomraidhean Croise  

ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઈથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.


તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં.


એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાહની આરાધના કરવી.


હારુન અને તેના પુત્રોને મેં જે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી.


પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માથા પર રેડી, તેનો અભિષેક કરજે.


મારા શાશ્વત કાનૂન અનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે.


તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.


તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.


જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”


તે દિવસે, તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.


પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે, દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે, બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે.


સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.


તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે.” તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા.


પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.


તે કોરા તથા તેની આખી ટોળી સાથે બોલ્યો, તેણે કહ્યું, “સવારે યહોવાહ બતાવશે કે કોણ તેઓના છે અને કોણ યહોવાહ માટે મુકરર કરાયેલા છે. જેને તેઓ પસંદ કરશે તેને ઈશ્વર પોતાની પાસે બોલાવશે. યહોવાહ તેને પોતાની પાસે બોલાવશે.


હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં.


જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.


હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી.


કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.


જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો,


જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan