Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્‍મીમ નાંખ; અને હારુન યહોવાની હજૂરમાં જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારુન યહોવાની આગળ ઇઝરાયલી લોકોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 તારે ઉરીમ અને થુમ્મીમને ઉરપત્રમાં મૂકવા અને આરોન મારી પવિત્ર હાજરીમાં આવે ત્યારે તે તેમને પોતાની સાથે લાવે. તે હમેશાં ઉરપત્ર પહેરીને જ આવે, જેથી ઇઝરાયલીઓ માટે મારી શી ઇચ્છા છે તે તે જાણી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 અને હંમેશા તેઓ દેવની યાદીમાં રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રમાં મૂકવા. તે હારુન જ્યારે યહોવા સમક્ષ જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. આ રીતે હારુન હંમેશા ઇસ્રાએલીઓના ન્યાય કરવાનું સાધન પોતાની સાથે રાખશે જ્યારે તે યહોવા સમક્ષ રહેશે ત્યારે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:30
22 Iomraidhean Croise  

સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.


આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.


જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.


તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા.


તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.


એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.


પણ હું તમારા આત્માઓને માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ વાપરીશ તથા પોતે પણ વપરાઈ જઈશ; હું તમારા પર વધતો પ્રેમ રાખું છું તો શું તમારા તરફથી મને ઓછો પ્રેમ મળશે?


હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ.


ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી. અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.


એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.


કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે.


બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.


કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.


હવે યહોશુઆના મરણ પછી, ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી કોણે આગેવાની કરવી?”


ઇઝરાયલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, “બિન્યામીન લોકોની સામે યુદ્ધ કરવા સારુ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” અને ઈશ્વરે કહ્યું, “યહૂદા પહેલો ચઢાઈ કરે.”


ઇઝરાયલના લોકો ઈશ્વરની સમક્ષતામાં નમ્યાં. અને સાંજ સુધી રડ્યા, તેઓએ ઈશ્વરની સલાહ પૂછી કે, “શું અમે અમારા ભાઈ બિન્યામીનના લોકો સામે ફરી યુદ્ધ કરવાને જઈએ?” અને ઈશ્વરે કહ્યું, “હા, તેમના પર હુમલો કરો!”


શાઉલે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરી, પણ ઈશ્વરે તેને સ્વપ્ન, ઉરીમ કે પ્રબોધકોની મારફતે કશો ઉત્તર આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan