Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને હારુન પવિત્રસ્થાનમાં પ્રવેશ કરે, ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇઝરાયલપુત્રોનાં નામ યહોવાની આગળ સતત સ્મરણાર્થે રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 “જ્યારે આરોન પવિત્રસ્થાનમાં પ્રવેશે ત્યારે ઇઝરાયલનાં બાર કુળોનાં નામ કોતરેલું ઉરપત્ર ધારણ કરશે, જેથી હું પ્રભુ મારા લોકોને હંમેશા સ્મરણમાં રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરપત્ર પર ઇસ્રાએલના બાર પુત્રોનાં નામ ધારણ હોવા જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:29
8 Iomraidhean Croise  

હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.


પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.


ઉરપત્રકનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવો. આમ કરવાથી ઉરપત્રક એફોદથી છૂટું પડી જશે નહિ.


ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.


મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.


તેઓનો આગેવાન તેઓના પોતાનામાંથી જ થશે, તેઓમાંથી તેઓનો અધિકારી થશે જ્યારે હું તેને મારી પાસે લાવું ત્યારે તેઓ મારી પાસે આવશે. કેમ કે મારી પાસે આવવાની જેણે હિંમત ધરી છે તે કોણ છે?” એમ યહોવાહ કહે છે.


ભાઈઓ, ઇઝરાયલને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે.


Lean sinn:

Sanasan


Sanasan