Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ. તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું; અને જુઓ, તે બાળક રડતું હતું. અને ફારુન-પુત્રીને તેના ઉપર દયા આવી, ને તેને કહ્યું, “એ કોઈ હિબ્રૂનું બાળક છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કુંવરીએ ટોપલી ખોલીને જોયું તો તેમાં એક છોકરો રડતો હતો. તેને તે છોકરા પર દયા આવી. તે બોલી, “જરૂર, આ કોઈ હિબ્રૂનો છોકરો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 2:6
10 Iomraidhean Croise  

તમારી વિરુદ્ધ તમારા જે લોકોએ પાપ કર્યું તેમને તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘનો કર્યા તે સર્વની ક્ષમા આપજો. તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો, કે જેથી તેઓના દુશ્મનો તેમના પર દયા રાખે.


હે યહોવાહ, હું વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભયસહિત આનંદ માને છે, તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો. અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો.” મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી.


તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.


પછી ફારુને પોતાના બધા લોકોને ફરમાન કર્યું કે, “નવા જન્મેલા બધા જ હિબ્રૂ છોકરાને નીલ નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓ ભલે જીવતી રહે.”


એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર બરુઓની વચ્ચે પડેલી પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી.


પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?”


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.


દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ દાસીઓને છોડી મૂકે. જેથી કોઈ પણ માણસ તેઓની પાસે એટલે પોતાના યહૂદા ભાઈ બહેનો પાસે સેવા કરાવે નહિ.


પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો અને પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.


આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan