નિર્ગમન 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 નિમંત્રણ મળવાથી મૂસા આવ્યો. અને તેઓના ઘરે રહેવા સંમત થયો. રેઉએલે પોતાની દીકરીઓમાંની એક સિપ્પોરાહનાં લગ્ન મૂસા સાથે કર્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો; અને રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાહ મૂસાને પરણાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 એમ મોશે એ માણસને ત્યાં રાજીખુશીથી રહ્યો. રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાનાં લગ્ન મોશે સાથે કરાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ21 મૂસા તે માંણસ સાથે રહેવા સંમત થયો, અને પોતાની પુત્રી સિપ્પોરાહના લગ્ન મૂસા સાથે તેણે કર્યા. Faic an caibideil |
અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”